લૉકડાઉન
લૉકડાઉન


અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ,
પણ માનવી માનવ થઈને રહે તો સારું.
એ ઈશ્વરની માઠી નજરને સમજી ગયા છીએ.
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.
મૂકી હતી માવડીને ઘરડાઘરમાં,
જરુર પડતાં જ બોલાવી રહ્યા છીએ,
એ માવડીના મોલ સમજાઈ રહ્યા છે.
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.
દુ:ખી થાતા'તા સૌ કોઈ ને સુખી જોઈ,
આજ પોતે દુ:ખી થાતા,
વિશ્વ કુટુંબની ભાવના સમજાઈ રહી છે.
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.
આડેધડ કરતાતા ખર્ચા નકામા,
આજ પોતે ભીડમાં આવતા,
ધન-ધાન્યના મોલ સમજાઈ રહ્યા છે.
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.
ફરતા'તા પાગલ થઈ પૈસાના મોહમાં,
આર્થિક ભીડમાં આવતા,
પરિવારનો સહકાર અને પ્રેમ સમજાઈ રહ્યા છે.
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.
ચાલો ક્વૉરેન્ટાઈન કરીએ હવે,
ધૃણા, તિરસ્કાર અને નફરતોરૂપી નહોરોને,
ને રીઝવીને રહીએ જગતના પાલનહારને,
અહીં ઈશ્વરની પ્રાર્થના જ રંગ લાવશે જરૂર.
એ વાત મનમાં ટીંગાડી રહ્યા છીએ.
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.
સર્વ દુ:ખોની દવા છે આ,
પશ્ચાતાપરૂપી પ્રાર્થનામાં.
એના થકી ભગાડીએ મહામારી વિનાશને,
ને વિશ્વને અજવાળીએ ફરી નવા જીવન ઉલ્લાસમાં.
એ પ્રાર્થના હૃદયેથી કરી રહ્યા છીએ,
અમે લૉકડાઉનના બંધનમાં બંધાઈ ગયા છીએ.