લક્ષ્ય
લક્ષ્ય
લક્ષ્ય રાખી આગળ વધતા જ રહો,
મળે નિષ્ફળતા, હિંમત ક્યારે ન હારો,
સૂર્ય જેમ ઊગીને નિયમિત થવાનું છે,
સફળતા વગર થોડું નિરાશ થવાનું છે ?
એક પછી એક કદમ ભરતા જ રહો,
મંઝિલ મળે ન ત્યાં સુધી મથતા રહો,
સૂર્ય જેમ હંમેશા પ્રકાશતા જ રહો,
મળે ન સફળતા, થંભી ન જાઓ,
હોય જો દ્રઢ મનોબળને હૈયે હામ,
અચૂક મળે સફળતાને, કમાય દામ,
પથમાં ભલે હોય ઉતારને ચઢાવ,
કર લક્ષ્ય સિદ્ધ, કર શિખર પાર,
ભીડ હોય હંમેશા કાયમ તળેટી પર,
મળે સિધ્ધિ તમને ઉચ્ચ શિખર પર.
