લક્ષણ
લક્ષણ
કોઈ પરિવાર શાંતિથી રહેતો હોય આગ લગાડજે ના,
કોઈનાં ખીલેલા પુષ્પને કદી પણ તું મુરઝાવજે ના.
કોઈએ જીતેલી બાજી ને જઈ કદી બગાડજે ના,
ગરીબ અને સીધા સાદા લોકોને કદી પજવજે ના.
કોઈ રહેતા હોય શાંતિથી વૈમનસ્ય કરાવજે ના,
પડ્યાને પાટું મારી કદીએ વધુ દુઃખી બનાવજે ના.
બંધ કરજે શકુની પાસા ફેંક બીજાને રમાડજે ના,
જ્યાં શોક છવાયો હોય ત્યારે તું શોખ મનાવજે ના.
હોય નીતિની કમાઈ જેને તેની કમાઈ પડાવજે ના,
વગર વાંકના લોકોના દિલ ને કદીપણ દુભાવજે ના.
લક્ષણ ખોટો બની જ્યાં ત્યાં લક્ષણ લટકાવજે ના,
સજનોના વૃંદમાં જઈ તારી કુબુદ્ધિને દર્શાવજે ના.
