લખતી રહેજે તું
લખતી રહેજે તું
બસ એમ જ લખતી રહેજે તું,
ઝરણાં માફક વહેતી રહેજે તું !
છોને દુનિયા નજર કરે કે ન કરે
દુનિયા પર નજર કરતી રહેજે તું !
લાગે તું હસતી સદાય રૂપાળી,
હરેક સ્થિતિમાં હસતી રહેજે તું !
શબ્દ એવા સાથી સાથ ન છોડે કદી
શબ્દના સથવારે ચાલતી રહેજે તું !
સૂરજ નિત ઊગે ને નિત ઝળહળે,
સૂરજ સમ નિત ઝળહળતી રહેજે તું !
