લઇને ચાલો
લઇને ચાલો


જિંદગીમાં થોડી દાદાગીરીની સાથે,
દિલદારી લઈને ચાલો.
સ્વની સાથે સ્વજન લઇને ચાલો.
ધમાલ મસ્તી સાથે, ઠરાવ લઈને ચાલો,
રેલમછેલ સાથે, કરકસર લઇને ચાલો
સ્વાદિષ્ટભોજન સાથે, સાત્ત્વિકતા લઇને ચાલો
ભૂત ભવિષ્ય સાથે, વર્તમાન લઇને ચાલો,
જિંદગીમાં થોડી દાદાગીરીની સાથે,
દિલદારી લઈને ચાલો.