Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thakor

Drama

4.9  

Bharat Thakor

Drama

લીમડાની ડાળોમાં

લીમડાની ડાળોમાં

1 min
2.0K

લીમડાની ડાળોમાં લૂમઝૂમ લીંબોળી મસ્તીથી હિંચકાઓ ખાય છે,

વાસંતી વાયરો જયાં અડકે જરાક ત્યાં તો આખુંયે ઉપવન મલકાય છે,

રસ્તાને અડકીને ચાલતા આ રસ્તાઓ,

હાલચાલ પૂછે છે ગામના,

ઝરણાના જળને બે કાંઠાઓ કહે છે,

કે છેટા રહીને શું અમે કામના ?

ગાડાની ઘુઘરીથી આખાયે પાદરમાં રણઝણઝણ રણઝણઝણ થાય છે,

વાસંતી વાયરો જયાં અડકે જરાક ત્યાં તો આખુંયે ઉપવન મલકાય છે,

વડલાને પૂછે છે વડલાની વડવાઈ,

થઈ ગયું તળાવ કેમ ખાલી ?

વડલો કે એના છલકાવાની મોસમ તો,

ક્યારનીયે ગઈ છે ભાઈ ચાલી,

સાંભળીને ઉત્તર આ વડલાની વડવાઈ મનમાંને મનમાં મૂંઝાય છે,

વાસંતી વાયરો જયાં અડકે જરાક ત્યાં તો આખુંયે ઉપવન મલકાય છે.

Rate this content
Log in