અંદરના ઓરડામાં
અંદરના ઓરડામાં
1 min
26K
અંદરના ઓરડામાં સૂતેલી એકલતા
આવીને ઊભી છે બારણે
અંદરના ઓરડેથી આંગણામાં
આવેલી કોરીકટ ચિઠ્ઠી મેં વાંચી
મીરાંની જેમ સાવ બ્હાવરી બનીને
પછી અલબેલી આંખડીઓ નાચી
આંગણામાં ઉપણીને ઢગલાબંધ ઊર્મિઓ
ચાળી મેં અંતરના ચારણે,
કૂકડાની કૂ સાથે ઝટ દઈને જાગી ગઈ
વર્ષોથી પોઢેલી વેદના
ઉપરથી પથ્થર સા હૈયાને ફોડ્યુ તો
અંદરથી પ્રગટી સંવેદના
આકાશે વાદળ ના કાટકો ના વીજ તોયે
ટહુકી ગ્યો મોર કિયા કારણે
અંદરના ઓરડામાં સૂતેલી એકલતા
આવીને ઊભી છે બારણે
