અલખ ધણીને...
અલખ ધણીને...


અલખ ધણીને નામે લખીયો અમે અજાણ્યો કાગળ
અલખ ધણીને લખ્યું
મજામાં ખૂબ છું હું કિરતાર
તમે મળો છો મને લઇને
સુંદર સાંજ સવાર
તમે જ દીવડો થઇને કરતા આતમ મારો ઝળહળ
અલખ ધણીને નામે લખીયો અમે અજાણ્યો કાગળ
તમે જ આંખને દ્રષ્ટિ આપી
અને હોઠને વાચા
તમે જ શીખવાડ્યા જીવતરના
ગણિત અમને સાચા
હમણાં થોડું કામ છે પછી લખીશ હું આગળ
અલખ ધણીને નામે લખીયો અમે અજાણ્યો કાગળ !