લીલી લહેર છે
લીલી લહેર છે
માનવીને માનવીથી થઈ મૈત્રી,
કરે લીલા લહેર છે,
ને બનાવ્યા જાત જાતનાં,
મિત્ર ને સખીઓ,
ને ઈર્ષા પણ ઘણી,
એવો એક ખજાનો
મારી પાસે, જો એે ઉઘડેને,
મારી હાથની લકીરોમાં,
એમને એમજ,
હસ્તમેળાપ થઈ ગયો,
હે દોસ્ત,
એક પરિવાર જેવા ને,
લીલા લહેર થઈ ગયા,
તારી યાદો, વાતો,
સ્પશૅ યાદોનો ભંડાર છે ,
જીવતી જાગતી લાગણીનો,
દસ્તાવે જ એટલે મારા મિત્રોજ,
મારી ખરી મૂડી છે,
જેમ બેન્કમાંથી લોન મળેને,
તેમ તું તો મારુ બેલેન્સ છે,
આ ઢોંગી દુનિયામાં,
અસલી ચહેરા બતાવનાર,
મારા પ્યારા મિત્રનેકરાવે લીલા લહેર,
જીવનનાં સારા ખરાબ પ્રસંગે સથવારે રહે,
દોસ્તી પ્યારથી મોટી છે,
હર સુખ દુ:ખમાં સાથે,
એટલે તો કૃષ્ણ,
રાધા માટે નહીં,
પણ સુદામાને માટે રડે છે,
દૂર રહીને પણ અવાજ,
<p>ને મન પારખી જાય,
ને પડખે આવીને ઉભા રહે,
દુ; ખના વાદળ દૂર કરે ને
જીંદગીના છેલ્લા શ્વાસ સુધી,
સાથના છોડે,
મારી દોસ્તી કયાંક પાછળ રહી ગઈ,
ગૃહસ્થી ને સાચવવામાં,
એ પળો ખોવાઈ ગઈ,,,
પણ એ પળો મારા મિત્ર એ,
પાછી અપાવી,
ને મને લીલા લહેર કરવા,
તત્પર રહે,
પ્રેમમાં પણ કાંઈક
પામવાની ઝંખના હોય,
પણ દોસ્તી તો ખાલી નિસ્વાથૅ હોય,
જે ચાહતું હોય ને તે પણ
સમય બદલાતા બદલાઈ જાય છે,
દોસ્તીને ના રંગ હોય,
એ તો માત્ર રંગીન જ હોય,
દરેક મંજીલ સામે બધી યાદોનો,
ખજાનો મારા દિલમાં,
વસીને રહે છે,
તારા વગર જીંદગી
અધુરી દોસ્ત, તારી દોસ્તી,
જીવ થી, પણ પ્યારી અમુલ્ય છે,
મસ્ત મજાના આનંદ મય,
મારા મિત્રો થવા બદલ શુક્રીયા,
ને સખીઓને પણ,
કરો ને કરાવો લીલી લહેર.