લિહાજ રાખું છું
લિહાજ રાખું છું
સંબંધોનો એ રીતે લિહાજ રાખું છું,
ચીંધ્યા વગર આંગળી મ્યાન રાખું છું.!
થઈ ના જાય કેટલાય નામ બેનકાબ,
ચહેરા પર એટલે હું નકાબ રાખું છું.!
જિંદગીએ શીખવાડ્યું પરેજી પાળતાં,
રોતાં દર્દ અને હસતાં ઈલાજ રાખું છું.!
ખૂંચતું ઘણું અંદરોઅંદર ફાંસની જેમ,
માન રાખી ભીતર એનાં રાઝ રાખું છું.!
અબખે પડ્યું દુ:ખ-સુખ કેમ ફંફોળવું ?
પીડા અને આંસુઓની લાજ રાખું છું.!
