STORYMIRROR

Hiral Hemang Thakrar

Inspirational

3  

Hiral Hemang Thakrar

Inspirational

લગ્નોત્સવ

લગ્નોત્સવ

1 min
13.6K


શુભ ચોઘડિયે લગ્નપત્રીકા લખાય, 

ત્યારથી આ પ્રસંગનો શુભારંભ થાય. 

જોતજોતામાં એ શુભ ધડી આવી જાય,

સાંજીના ગીત ગવાય દાંડિયારાસ રમાય. 

મંડપમુહૂર્ત થાય ને પીઠ્ઠી ચોળાય, 

જાનૈયાઓના સ્વાગતની તૈયારીઓ થાય. 

વરરાજાના પોખણા કરાય કન્યાદાન દેવાય,

હસ્તમેળાપ થાય ને મંગળફેરા ફરાય. 

સપ્તપદીનાં સાત વચનો લેવાય,

ધન્ય ગૃહસ્થાશ્રમનો આરંભ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational