લગ્નનું ઘર
લગ્નનું ઘર
લગ્નનું ઘર છે
કામ બહુ છે
આપવા છે આમંત્રણ
ટેન્શન બહુ છે,
લગ્નનું ઘર છે
મહેમાનો બહુ છે
ઘર છે નાના નાના
સંબંધો બહુ છે,
લગ્નનું ઘર છે
કંકોત્રી લખવી છે
કોને આપવું આમંત્રણ !
તકલીફો બહુ છે,
લગ્નનું ઘર છે
દીકરીનું લગ્ન છે
પહેરામણી માટે
ખરીદી કરવી છે,
લગ્નનું ઘર છે
લગ્ન નજદીક છે
રિસાઈ જાય ફોઈ ફુઆ
મનાવવું અઘરું છે,
લગ્નનું ઘર છે
આનંદ ઘણો છે
ઉમંગભેર પરણાવીને
પ્રસંગે સહુ ખુશ છે.
