લેજે સદા તું
લેજે સદા તું
દર્દ પર તારા હસી લેજે સદા તું,
મોજમાં તારી વસી લેજે સદા તું,
આવશે પડકાર જીવનમાં ઘણાંયે,
દુ:ખમાં હિંમત કસી લેજે સદા તું,
એકલા ખમજે સદાયે ઘાવ તારા,
ને મલમ જાતે ઘસી લેજે સદા તું,
સાથ સુખમાં તો હસીને આપશે સૌ,
કષ્ટને સાથી ગ્રસી લેજે સદા તું,
હોય ના જ્યાં મૂલ્ય કોડીનુંય ત્યાંથી,
સાચવી મોભો ખસી લેજે સદા તુ.
