Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

લે જરા વિરામ

લે જરા વિરામ

1 min
173


કઈ રીતે મનાવું કલમને લે જરા વિરામ,

હજુ તો રાત પૂરી બાકી, લે જરા વિરામ !


કુદરત તો છે અખૂટ ખજાનાથી ભરપૂર,

સર્વ પર તું નિરાંતે લખજે, લે જરા વિરામ !


કઈ રીતે મનાવું કલમને લે જરા વિરામ...


તું તો રાત દિ' લખ્યાં કરે એવી છે જોરાવર,

પણ મારાંમાં ક્યાં એવું જોર ! લે જરા વિરામ !


કઈ રીતે મનાવું કલમને લે જરા વિરામ.......


કલમ તું તો કદી ન કલમા પઢે કે ન વેદપાઠ

પણ મારે કરવા કામ તમામ, લે જરા વિરામ !


કઈ રીતે મનાવું કલમને લે જરા વિરામ.......


કરી જ્યારે મુક્ત મને સ્તુતિ વંદના કલમદેવીની,

ને કાન્તાસુતને કહ્યું, હું ને તું બેઉ કરીએ વિરામ !


કઈ રીતે મનાવું કલમને લે જરા વિરામ,

હજુ તો રાત પૂરી બાકી, લે જરા વિરામ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational