લાશ જોઈએ
લાશ જોઈએ
જીવન જીવવા બસ આશ જોઈએ,
મિત્ર નામે છે મને એ પ્યાસ જોઈએ,
ભીતરમાં ભાઈબંધનો વાસ જોઈએ,
હોય સાથે તો અંતરમાં હાશ જોઈએ,
છેલ્લી ઘડીએ પણ સાથ એ છોડે નહિ,
શ્વાસ જેવો મિત્ર મને ખાસ જોઈએ,
અધવચ્ચે નૈયા ડૂબાવે, ભલા એથી દૂર,
કિનારા સુધી સાથ દે, એ હાથ જોઈએ,
દૂધ સમો હોય, ભીતર છતાં દેખાય નહિ,
વલોવું તો માખણ સહિત છાશ જોઈએ,
ગઝલ સાવ કંઈ એમ જ બની જાય નહીં,
શબ્દોની સાથે-સાથે ઉત્તમ પ્રાસ જોઈએ,
એની વિનાનું જીવન વીત્યું છે વ્યર્થ 'યાદ',
અંતિમ ઈચ્છા છે સપનાંની લાશ જોઈએ.
