STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

લાખો લાખો વંદન એ ઈશ્વરને જેણે

લાખો લાખો વંદન એ ઈશ્વરને જેણે

1 min
15

મને પ્યારું લાગે આ ચમનમાં ભમરાનું ગુંજન,

કેવું સૌમ્ય કેવું અદભુત છે બંનેનું આલિંગન !


વરસાદી માહોલમાં કેવું આકર્ષણ છે પ્રિયેનું,

જોને મારું મન લલચાવે તેના ગાલોનું ખંજન.


બાગે ફૂલ અને ભ્રમર કરે આપસમાં ગુફ્તગુ,

કેવો પ્રેમ કરેછે એકબીજાને તોડી બધા બંધન !


એક તો વરસાદી બુંદોનું સંગીત મોહિત કરે,

મળવાને મજબૂર કરે મને આ ગોરીના કંગન.


ધરતી એ કર્યો સોળે શણગાર, બની દુલ્હન,

જોઈ પ્રિયતમને હૈયે ઉઠે જાણે કંપન !


મોહિત કરે પ્રિયતમનો ચહેરો, અને આ ધરતી,

સર્જ્યા જે પરમાત્મા એ, એને કરું લાખો વંદન.


લાખો લાખો ઉપકાર છે મારા પર ઈશ્વરના,

જેણે બનાવ્યું સુંદર મારા જીવનનું ઉપવન.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy