લાજવાબ મારી દીવાનગી હતી
લાજવાબ મારી દીવાનગી હતી
એના ઘર સુધી જવાની મને પરવાનગી હતી,
કેમ કે એનો પ્રેમ એજ મારા માટે બંદગી હતી,
ભૂલી ઈશ્વર સ્મરણ, નામ એનું હું જપતી,
એવી લાજવાબ મારી દીવાનગી હતી,
ફૂલો જેવો નજાકત ભરેલો ચહેરો મે એનો જોયો,
એટલે જ સવાર સવારમાં મારી પાસે અજબ તાજગી હતી,
ફૂલો જેવી નજાકત અને કળી જેવી મુસ્કાન હતી,
શૃંગાર કરતા પણ ચડિયાતી એની સાદગી હતી,
પ્રેમથી છલકાવવા મારું હૈયાનું સરોવર,
એની પાસે એક મુલાકાત મે માંગી હતી.

