લાજ રાખી છે
લાજ રાખી છે
લપાઈ ભાગવા દાઢી-જટાએ લાજ રાખી છે,
બધે છટકી જવા એની છટાએ લાજ રાખી છે.
ન મળતો આશરો ક્યાંયે, છતાં ચિંતા ન હો' કોઈ,
પડે પાછળ કો', જંગલની ઘટાએ લાજ રાખી છે.
ગયા ઘેરાઈ મોટી આગ ને લોકોની વચ્ચે ત્યાં,
અચાનક આવી કોઈ ઝાપટાએ લાજ રાખી છે.
દિશાઓ ધૂંધળી થૈ ને નજરમાં આવતું ના કૈં,
ત્યાં દેખાયેલ સામે વાવટાએ લાજ રાખી છે.
હશે 'સાગર' કબીલો સંપવાળો તેમનો કેવો!
પડી પોલીસ પાછળ, સામટાએ લાજ રાખી છે.
