લાગ્યાં
લાગ્યાં
કજરારી આંખોમાંથી અશ્રુ શું ટપક્યા ! કાગળ પર,
વગર કલમે શબ્દો આપો આપ સરવા લાગ્યાં.
હૃદયમાં કંડારેલા જુના શબ્દોને નવું રૂપ આપવા,
લોકો ઘરમાં વ્હાઈટનર વસાવવા લાગ્યાં.
જીવનમાં વાદ-વિવાદ અને સંવાદો વધવા લાગ્યા,
બની ઉધઈ સંબંધોને કોતરવા લાગ્યાં.
વિચારોને વીંધીને શબ્દોમાં પરોવતા પરોવતા,
કવિતા બની મોતી ગૂંથાવા લાગ્યાં.
મંઝિલની શોધમાં શ્રદ્ધાની કેડી પર પગ મૂકતાં,
રસ્તાઓ આપોઆપ જડવા લાગ્યાં.
