લાગણિત
લાગણિત


ભલે વ્યવહારિક ગણિતમાં હું કાચો જ રહ્યો,
પણ લાગણીના ગણિતમાં હું સાચો જ રહ્યો,
પ્રેમભાવનો સદા હું સરવાળો કરતો રહ્યો,
અને નફરતની સદા બાદબાકી કરતો રહ્યો,
સુખના ગુણાકાર કરતા માંડ શિખી શક્યો,
ત્યાં પરિસ્થિતિથકી ભાગાકાર શીખી ગયો,
ક્રોધ પર હંમેશા ચોકડી જ મુકતો ગયો,
સુખનો ગુણાકાર આપમેળે થતો ગયો,
લાગણીનો ગુણાકાર બાજી હારતો રહ્યો,
ચાલાકીનો ભાગાકાર બાજી મારતો રહ્યો,
જ્યારે શેષફળ ગણવાના પ્રયત્નો કર્યો,
ત્યારે હકિકત સમજાણી, 'સરવાળે મીંડુ'