STORYMIRROR

Dr.Milind Tapodhan

Inspirational

4  

Dr.Milind Tapodhan

Inspirational

લાગણીઓની દુકાન

લાગણીઓની દુકાન

1 min
557

શહેરમાં ઈશ્વરે ખોલી લાગણીઓની દુકાન,

મળે બધી લાગણી, રૂપ તેનું સ્વાદિષ્ટ મિષ્ટાન્ન,


હું ગયો, પૂછ્યું ઈશ્વરને શું છે સૌથી સસ્તું,

આંગળી ચીંધી બતાવી તેમણે એક સફેદ વસ્તુ.


પૂછ્યું મેં, શું નામ છે અને કેમ છે તે અકબંધ,

"નામ છે તેનું શાંતિ અને લોકોને નથી તે પસંદ"


તે જ આપી દો પ્રભુ, મને બસ તે જ ચાલશે,

બીજી લાગણી મારા ખિસ્સાને મોંઘી લાગશે.


બિલ ભરીને આવ્યો ત્યાં મોટું પેકેટ આવ્યું,

મારા અચંબા સાથે નામ મારું જ બોલાયું.


કહ્યું મેં, કદાચ કોઈ ભૂલ થઇ લાગે છે,

આ પેકેટ ઘણું ભારે અને "ફૂલ" લાગે છે,


કહ્યું તેમણે, શાંતિ સાથે છે મફત ખુશી અને હાસ્ય,

કેમ કોઈ ન સમજ્યું આટલું નાનું, સાદું રહસ્ય.


ખુશીની સાથે લોકો ખરીદે અભિમાન,

હાસ્યની સાથે ખરીદે લોકો ઈર્ષાનું મિષ્ટાન્ન.


પછી કહે, પેટ અને મગજ બગાડ્યું અમારું,

નથી સારું અને પૌષ્ટિક આ મિષ્ઠાન્ન તમારું.


જ્યાં પણ જાય, શોધજે માત્ર અને માત્ર શાંતિ,

મળશે ઘણો આનંદ અને જીવનમાં આવશે ક્રાંતિ.


હસતો, આનંદિત હું ખુશ થઇને નીકળ્યો,

કદાચ વર્ષો પછી આ સાદી જિંદગીને સમજ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational