STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

લાગણીઓને એણે આમ કચડી છે

લાગણીઓને એણે આમ કચડી છે

1 min
151

મારા દિલની લાગણીઓને એણે આડી ઊભી વેતરી છે,

એટલે જ આજે શબ્દોમાં એની અસર ઉતરી છે,


એણે જ ધકેલી છે મને ઉદાસીની ખીણમાં,

જેની તસવીર મે પ્રેમથી હૈયે કોતરી છે,


બહુ જ દર્દ અને વ્યથાઓની ભેટ ધરી છે એણે અમને,

એટલે જ દર્દ અને વ્યથાથી પીડિત મારી આંખો આજે નીતરી છે,


ભલે ને તડપીએ એની યાદમાં,લખીએ શબ્દો લાખો,

તોય એને કોઈ ફરક પડવાનો નથી એની અમને ખાતરી છે,


બનાવ્યું હતું જેનું જીવન અમે શાનદાર,

એના થકી જ બની ખંડેર મારા દિલની નગરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy