STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

લાગે

લાગે

1 min
229

મને જીવનમાં રોજ અધૂરપ લાગે

તારા વિના જાણે કંઈક ખૂટતું લાગે,


દિલથી તો છીએ એકમેકની ખૂબ પાસે

છતાં તમારાથી દૂર હોય તેમ લાગે,


ખુશી તો ઘણી આવે છે જીવનમાં

પણ તારા વિના એ ફીકી લાગે,


તારા થકી જ જીવન બન્યું સંપૂર્ણ

તારા વિના એ સાવ નિરર્થક લાગે,


હું માંગુ ને ઈશ્વર સઘળું આપે

પણ તુજ વિના એ નકામું લાગે,


જીવન તારાથી સુંદર મજાનું લાગે

તુજ સંગ જીવન મને મધુરું લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational