STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

લાગે છે આપ કોઈ બાહોશ હકીમ છો

લાગે છે આપ કોઈ બાહોશ હકીમ છો

1 min
308

તમારા આગમને થયો જીવનમાં ઉજાસ,

લાગે છે આપ કોઈ જાદુઈ ચિરાગ છો !


જડ પણ ચેતન બની ગયું આપના આગમને,

લાગે છે આપ કોઈ દિવ્ય પ્રેરણા છો !


પાનખરમાં પણ ખીલી ગયો આંખો ચમન,

લાગે છે આપ કોઈ જાદુઈ વસંત છો !


કાળી ડીબાંગ રાત્રીમાં આવી ગયો ઉજાસ,

લાગે છે આપ કોઈ ચંદ્રની શીતળ ચાંદની છો !


વ્યાકુળ થયેલા મારા મનને મળી શીતળતા,

લાગે છે આપ કોઈ વરસતી વાદળી છો !


તમારી એક ઝલક જોઈ ભાગી મારી માંદગી,

લાગે છે આપ કોઈ બાહોશ હકીમ છો !


આત્મનો અંધકાર દૂર થયો તારા આગમને,

લાગે છે આપ ખુદાના રૂપમાં મળેલ મિત્ર છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance