Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapana Vijapura

Tragedy

5.0  

Sapana Vijapura

Tragedy

લાડલી

લાડલી

1 min
262


 

કુમળી કળી એતો પિતાની લાડલી,

છોડી ગઈ દુનિયાને માની લાડલી,


સુંદર હતી એ ઢીંગલી જેવી પરી,

મહિના રહી ત્રણ આ ધરાની લાડલી,


જોઉં હું પાનેતર પહેરાવી તને,

ના સાત ફેરા, ના સખાની લાડલી,


છે પારણું તારું સુનું, ભીનું હ્રદય

જાઉં હું ક્યાં ક્યાં શોધવાની લાડલી,


'સપના' બધાં મારાં અધૂરા આંખનાં,

તું દેવની પ્યારી મજાની લાડલી!


Rate this content
Log in