લાડકી રે થાઉં
લાડકી રે થાઉં
હું તો કંકુની લાલીમાં ભળતી જાવું,
પગલાંની પવિત્ર રંગોળી પાડતી જાવું,
હૈયાના ઓરડે આસરાનો દીવો પ્રગટાવતી જાવું,
હું પરણી ને સાસરાની લાડકી રે થાવું.
મારા પાનેતરના છેડે આશા બાંધી લાવું,
લગ્નની છાબમાં લાખ સપના સજાવું,
મારી યાદોની પોટલી પિયર મુકી આવું,
હું પરણી ને સાસરાની લાડકી રે થાવું.
સુયોગ મંગળસૂત્રની લાજ રાખતી જાવું,
સાતફેરાના વચનો જન્મો સુધી નીભાવું,
સિંદૂરનો શણગાર પાંથિએ સોહાવું,
હું તો પરણી ને સાસરાની લાડકી રે થાવું.
માટીના મકાનને હું સુંદર સ્વર્ગ બનાવું,
અન્નનાં આશિર્વાદ દેવથી માંગી લાવું,
સાસરાને પોતાનું માની સેવા કરી લવું,
હું તો પરણી ને સાસરાની લાડકી રે થાવું.
