ક્યારેક
ક્યારેક
ક્યારેક ગમીશ ક્યારેક નહીં ગમું,
હું અસહ્ય એવો મજાનો જવાબ છું.
ક્યારેક ભાવું ક્યારેક ના ભાવું,
થોડો શાકાહારી થોડો કબાબ છું.
ક્યારેક સભાન ક્યારેક બેભાન,
ક્યારેક અમૃત તો ક્યારેક શરાબ છું.
ક્યારેક અસલી ક્યારેક નકલી,
હું વણ ઉકેલાયેલો વિચિત્ર ખ્વાબ છું.
ક્યારેક શ્રી રામ તો ક્યારેક રાવણ,
હું જેટલો સારો એટલો જ ખરાબ છું.