ક્યાંથી હોય
ક્યાંથી હોય
જિંદગીના દરિયામાં, મોજાઓની આવન જાવનમાં,
વીતેલી જિંદગીની જવાની ક્યાંથી હોય ?
શ્વાસને શ્વસતો રાખી શૂન્યવકાશમાં,
અંધકારમાં સોનેરી કિરણો ક્યાંથી હોય ?
ખરી પડ્યું છે પાન લીલું આ જગતનાં ઉપવનમાં,
આંસુઓથી લજવાતી ભીનાશ ક્યાંથી હોય ?
કુદરતની ઘટમાળમાં ક્યાંક ટાઢ, તડકો ને વર્ષાની હેલીમાં,
સમયનાં ચક્રને અટકાવાતી આહટ ક્યાંથી હોય ?
મારાં ને તમારા થયેલાં અનેક આવન જાવનમાં,
દિલને શણગારાતી આત્માની અજવાસ ક્યાંથી હોય ?
હું મૂરખ છું છતાં પણ શોધું તને આ સંસારનાં ઉપવનમાં,
ખાલી, પ્રયાસ છે મારો આશ્વત ક્યાંથી હોય ?
રણમાં રહેલાં ક્યાંક ક્યાંક આ મૃગજળમાં,
આખી જિંદગીની વેઠાતી તરસ ક્યાંથી હોય ?
મેં તો આવકારી અનેક ક્ષણોને મારા પટારામાં,
પણ તેમાં જીવનનું વણલખ્યું પાસુ ક્યાંથી હોય ?
સ્તબ્ધ કરી જીવન લહેરાવતું આ અગમ્ય સંસારમાં,
પ્રજ્વલિત આત્માનાંં ઉજાગરનું ખેડાણ ક્યાંથી હોય ?
"સખી" નો આ સઘળો પ્રયત્ન છે સઘળો જિંદગીનાં મુકામમાં,
જિંદગીને વલોવાતી આગની જ્વાળાઓ ક્યાંથી હોય ?
