ક્યાંક તો મળીશ
ક્યાંક તો મળીશ
ક્યાંક તો તું મળીશ આ તલાશ હજુ પણ છે
ખોવાઈ ગયેલી મારી પહેચાન હજુ પણ છે
શોધું ત્યાં તું મળે અને મળી રહે પછી તારામાં શોધું
મનમાં તું વસે અને વસે પછી જડે
ચિત્રમાં તને શોધું ને શોધીને તુંજ મળે
શ્વાસ મારો તુંજ છે અને આશ શોધ્યા કરું
રાત્રીમાં હું અને તુંજ મળે અને શબ્દમાં તુંજ રહે
જીવનમાં તુંજ વસે અને વસીને તુંજ રહે
હું ઘાયલ નથી ગાલિબ પણ નથી
છતાં તારા માટે લખવાનો શોખ છે