STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational

ક્યાં ફાવે છે તું ?

ક્યાં ફાવે છે તું ?

1 min
224

કોવિડ, કોરોના, ડેલ્ટા, ઓમીક્રોન, થઇ મારે છે તું,

ક્યાં રહ્યું છે કોઈ ઘર બાકી, કાં કહેરથી બાળે છે તું !


માતમ ફેલાવી શું મળશે કોરોના ? એતો બતાવ જરા,

આફત પણ અવસરમાં બદલે માનવ, ક્યાં જાણે છે તું ?


સાવચેતીથી દૂર રાખશું તને પણ ઓ ઓમીક્રોન !

માસ્ક તો અમોઘ શસ્ત્ર, ભાળી કેવો ભાગે છે તું !


મોતનું તાંડવ ખેલવાની ચાહ લઈ બેઠો છે તું વેરી,

થઈ ગયું છે રસીકરણ સૌનું, પછી ક્યાં લાગે છે તું.


નામ બદલી પીડવા આવ્યો, ના ડરીશું, ના હારીશું, 

નિર્ભયતા ઉરે ધરી, સૌ સતર્ક થશું તો ક્યાં ફાવે છે તું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational