STORYMIRROR

Narendra K Trivedi

Romance Others

4  

Narendra K Trivedi

Romance Others

ક્યાં કોઈ ખબર છે

ક્યાં કોઈ ખબર છે

1 min
320

તમારી અમોને ક્યાં કોઈ ખબર  છે,

લખેલા પત્રોની ક્યાં કોઈ અસર છે !


મળી ગયા હતા આપણે એમજ મારગમાં,

હવે આપણી સંગની તો સફર છે.


પુષ્પોને આપ્યા ખબર મધુકરને આપવા,

વહેતા આ પવનને પ્રેમની પણ કદર છે.


ખુશનુમા હવા તણી  ચાદર  ઉડે છે,

શીતળ આ ચંદ્રમાં આપની બસ કસર છે.


વિયોગની નથી ખબર મને દિલડું જ ન માને, 

વહી જાય પળો આમ જ એની ફિકર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance