STORYMIRROR

Purnendu Desai

Inspirational

4.2  

Purnendu Desai

Inspirational

ક્યાં કંઈ ખૂટે છે

ક્યાં કંઈ ખૂટે છે

1 min
111


આનંદમાં છું હું ને અફલાતૂન પણ છું,

બસ હોય જો તું સાથે, તો પછી ક્યાં કઈ ખૂટે જ છે.


મસ્ત છે આ મૌસમ, વાદળને વરસવું જ છે,

બસ ખોલી નાખ ઉલઝનોને, તો પછી ક્યાં કઈ ખૂટે જ છે.


ગુજરી છે આમ જ, ફક્કડ ગિરધારી જ છું,

ધખાવ હવે એક ધૂણી, તો પછી ક્યાં કઈ ખૂટે જ છે.


માંગવું પડ્યું નથી 'નિપુર્ણ' વગર માગ્યું આપ્યું જ છે

પણ તું ખુદને મને સોંપી દે, તો પછી ક્યાં કઈ ખૂટે જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational