STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

ક્યાં છે?

ક્યાં છે?

1 min
13.3K


તરહી...

આ જીવન બિચારું ઠરી ઠામ ક્યાં છે?

તું દેખાડ મારા એ અંજામ ક્યાં છે?

*મને તો ફક્ત એક તું જોઇએ છે,*

*જગતનું પછી તો અહીં કામ ક્યાં છે?*

જે પીતાંની સાથે જ ઝૂમી ઉઠું હું,

ખુદાનું નશીલું અહીં જામ ક્યાં છે?

હું સોંપુ કદી કેમ સસ્તાંમાં જીવન,

મને આપવાને અહિં દામ ક્યાં છે?

બધા વાહ બોલી ઉઠે સાંભળીને,

ગઝલમાં તો 'આભાસ'નું નામ ક્યાં છે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy