STORYMIRROR

Vaishali Mehta

Inspirational

3  

Vaishali Mehta

Inspirational

ક્વોરેન્ટાઈન

ક્વોરેન્ટાઈન

1 min
121

થોડી રાખો ધીરજ 

થાવ ક્વોરેન્ટાઈન 

લાગે ભલે આજ અઘરું 

આવો સમય નહીં મળે હોં ભાઈ ! 


થઈએ થોડા સભાન

વિકલ્પ એક જ બચાવવા તમ પ્રાણ

થોડી રાખો ધીરજ 

થાવ ક્વોરેન્ટાઈન 


કરી લઈએ થોડી રમૂજ 

બાળકોને ય આપીએ ટાઈમ 

થોડી રાખો ધીરજ 

થાવ ક્વોરેન્ટાઈન 


મંદિર, મસ્જિદ, દેવળ થયા બંધ !

માનવતાના દર્શન થાય ! 

થોડી રાખો ધીરજ 

થાવ ક્વોરેન્ટાઈન 


સરકાર, તબીબો ને પોલીસ કર્મચારીઓ 

દેવા ઘટે એમને બહુમાન !

થોડી રાખો ધીરજ 

થાવ ક્વોરેન્ટાઈન 


સુપેરે શ્વાસ લઈ રહી છે ધરતી ! 

કુદરતનું હશે ચોક્કસ કંઈ અનુસંધાન ! 

થોડી રાખો ધીરજ 

થાવ ક્વોરેન્ટાઈન 


લાગે ભલે આજ અઘરું

આવો સમય નહીં મળે હોં ભાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational