Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ankur Gamit "બંધુ"

Romance

4.6  

Ankur Gamit "બંધુ"

Romance

કવિતા (તું)

કવિતા (તું)

1 min
914


ઉરના ઉમંગમાં મલકાઈ, લાવ્યો હું પુષ્પો પ્યારનાં,

ને યાદ તારી આવી, નિરવ ફરકતા સુવાસમાં.


તું સમાઈ છે દિલમાં, ધડકનો ધડકે રાગીણી થઈને,

તું શ્વાસમાં મ્હેંકાય છે, મદમસ્ત પ્રીત થઈને,


તું ઘોર અંધકારમાં પાંગરતી રોશન દિપડી,

તું મનગમતો સાહિલ છે અવિનાશી છલકાતા સમંદરનો,


તું આભૂષણનાં મોતીઓની ઝળહળતી ભાત,

તું મુગ્ધા ચમક ચોમેર ને મહેકતા નિસર્ગની પ્રભાત,


તું કરે છે મીઠી મધુર સ્મૃતિઓમાં રાજ,

તું ચાંદની થઈ આવે તો ખીલશે ચાંદ પૂનમનો આજ..!


Rate this content
Log in