STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Inspirational

4  

Umesh Tamse 'Dhabkar'

Inspirational

કવિતા - શીખવાનું

કવિતા - શીખવાનું

1 min
277

સદા ચ્હેરા પર હાસ્ય તો રાખવાનું,

બધા દર્દ ભૂલી જીવન માણવાનું. 


જીવન કેવું જીવે છે આજે ગરીબો, 

જરા એમના ઘર જઈ જાણવાનું. 


સમય ઓળખી ચાલજો રોજ મિત્રો, 

અહીં સાથ કોઈ નથી આપવાનું. 


ભલે બોલબાલા થતી જૂઠની બહુ, 

સદા સત્યના માર્ગ પર ચાલવાનું.


નયનથી કરે છે એ ઈશારા કાયમ, 

શું એનુંય દિલ થાય છે ચાહવાનું?


લે તડકો ને આપે છે છાંયા બધાને, 

કરે મન સદા વૃક્ષને ચૂમવાનું. 


કરી દીધી મેં તો બધી દિલની વાતો, 

તને મન નથી થાતું દિલ ખોલવાનું! 


તરફદારી છોને કરો બહુ મગજની, 

કદી દિલનું સાંભળતા પણ શીખવાનું.


ગઝલ જિંદગાની છે 'ધબકાર' માટે, 

જરા એના જીવનમાં પણ ઝાંખવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational