STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

કૂવો

કૂવો

1 min
252

સરિતા પટમાં ખૂંટિયો દોડ્યો તો ભીની રેતમાં

પગલે પગલે વીરડો ગળાઈ ગ્યો જોતાંવેંતમાં 


ઉનો વા વાયો અને વીરડો ખસ્યો ખેતર ભણી

ખોદી કૂવો બનાવી ને પૈયે લીધી દિવાલ ચણી


પ્રસન્ન થયું પેટાળ ત્યાં વાવે પ્રકટ્યું મીઠું જળ

સરવાણી વછૂટી ક્યાંથી કે જળને મળતું બળ


પનિહારીએ જય અમૃત નીરના કેડે બેડા ભર્યા

સુડા પોપટ ચકલા કૂવામાં મોજે ઝૂલતા તર્યા


કૂવા કાંઠે ભૂલકા ગીતના પડઘા કાને ગુંજવે

રેંટ કોષથી ખેડુ ખેતર મોલને નીરથી ભીંજવે


દાદુર મેંડક દેડક કૂદતા નાચતા કૂપ જાણે વિશ્વ  

સુગરી બચ્ચા ઝૂલતા માળે કરતા સવારી અશ્વ 


સરિતા પટમાં ખૂંટિયો દોડ્યો તો ભીની રેતમાં

ભમરીયે કૂવેથી છલકાયું સલિલ વારિ હેતમાં 


Rate this content
Log in

Similar gujarati poem from Drama