કૂકડો બોલે
કૂકડો બોલે
કૂકડો બોલે
કૂકડે કૂક... કૂકડે કૂક
ખેતરે જાઉં
દાણાં ખાઉં
પાણી પીઉં
ફરરર... કરતો
ઊડી જાઉં
મોસાળ જાઉં
મોસંબી ખાઉં
શહેર જાઉં
સીતાફળ ખાઉં
શિયાળામાં જામફળ ખાઉં
ઉનાળામાં તડબૂચ ખાઉં
ચોમાસામાં જાંબું ખાઉં
ખૂબ ફળ ખાઉં
તાજોમાજો થાઉં
સૌને આપી હું હરખાઉં
