કુદરતનું સંગીત
કુદરતનું સંગીત
સૂરજના ઉગતા સવાર થાતી,
પક્ષીઓના કલરવ થાતાં,
પતંગિયાઓ બગીચામાં ઉડતાં,
ફુલોમાંથી મધુરસ પીતા,
માળામાંથી પંખીઓ જાતાં,
બચ્ચાંઓ માટે ચણ લાવતાં,
ખીસકોલીઓનાં કૂદાકૂદ વચ્ચે,
મંકોડાઓ પણ બહાર નીકળતાં,
કીડીઓની સાથે હરિફાઈ કરતાં,
કોણ જાણે તેઓ શું કરતાં !
કુદરતનાં સંગીતમાં સાથ આપતાં,
સૃષ્ટિનો એ ક્રમ જાળવતાં,
દાનાપાની શામ તક લાવતાં,
ના કોઈ તેઓ યુદ્ધ ખેલતાં,
પર્યાવરણને સાથ આપતાં,
બોલો, આપણે આવું કરી શકતાં ?
