કુદરતની નાઇટ પાર્ટી
કુદરતની નાઇટ પાર્ટી
મને તો ગમે સા કુદરતની નાઇટ પાર્ટી,
ત્યાં ના કોઈ શોર ના ઘોંઘાટ છે, કેવી અજબ શાંતિ છે !
ત્યાં ના કોઈ પૈસાનો બગાડ, ના કોઈ આદમીનો ડર,
કેવી સૂકુન ભરેલી છે ઈશ્વરની નાઇટ પાર્ટી.
ત્યાં નથી નકલી લાઈટોનો શણગાર, છે ચાંદ તારાની રોશની,
રાત રાણીની મહેક છે સાથે મધુમાલતી પણ આપે સંગાથ છે.
કૃત્રિમ અતરની ક્યાં જરૂર છે, ફૂલો મહેક આપે છે પુરતી,
ત્યાં ના કોઈ ધાંધલ ધમાલ છે, કુદરતની પાર્ટી છે કમાલ છે.
આ ચાંદ પણ વાદળ સાથે રમે સંતાકૂકડી,
તારાઓ પણ રાસ લે છે.
કેવી સુંદર છે ઈશ્વરની નાઇટ પાર્ટી.
પવન ખુદ સુગંધ બની શ્વાસમાં સમાઈ,
આ આભ ચંદરવો બની જાય છે,
આ આભ દુલ્હન સમુ સોહાય છે.
આ આકાશ ઓઢે શ્વેત રંગની ઓઢણી,
જાણે કોઈ સ્વર્ગથી ઉતરી પરી છે !
ચાંદ અને ચાંદનીની નીકળી બારાત છે,
તારાઓ જાણે બારાતી બન્યા હોય એવું લાગે છે,
કુદરતની જાણે સર્વોત્તમ નાઇટ પાર્ટી લાગે છે.
