ક્ષણો
ક્ષણો


પળ ના હસ્ત મહીં ઘાયલ થતી ક્ષણો;
મળી છે અમૂલ્ય જીંદગીને સદા ક્ષણો.
છે કંઈક જે સદા આગળ ચાલ્યું જાય;
ને રહી જાય સદા રડતી પાછળ પળો.
હથેળીની રેખાનો સ્પર્શ સદા છે;
બની જીવન પળોને સરકી જતી ક્ષણો.
સતત બને બહુ રૂપી અલગ વેશ મહીં;
એટલે તો સદા મને છેતરતી હવે ક્ષણો.
નથી પૂર્ણ ખર્યા તોય કેટલાય આશથી;
હવે વિહરતી 'દિલકશ' દશદિશાની ક્ષણો.