STORYMIRROR

Dilip Acharya

Others

4  

Dilip Acharya

Others

કેટલીય યાદ નીકળે

કેટલીય યાદ નીકળે

1 min
27.1K


જીવનની કિતાબ ખોલુંને કેટલીય યાદ નીકળે,

સ્મૃતિની વાટ શોધું ને કેટલીય વાત નીકળે.


આ ઝંઝાવતી જીવને કેટલીય વેદના નીકળે,

ને નભ મહીં તારા ઝૂંડમાં કેટલાય લય નીકળે.


આંચકા મહીં હવે ગઢ કાંગરા ખરતાં નીકળે,

ને પથ્થર ફાંફોસું ને કેટલાય પોલા નીકળે.


હું ખોવાયો છું મિત્રમાં તેની પહેચાન નીકળે,

હ્રદયે સ્મૃતિ તેની આવતાં આંખે અશ્રુ નીકળે.


આજીવન સફરનો આખરી અંજામ શું નીકળે,

સ્મિત મહીં 'દિલકશ' રહુંને કઈક વિષ નીકળે.


Rate this content
Log in