વસેલી છે
વસેલી છે
હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે,
નથી ભૂલ્યો હજી હું એનું ઘર એની ગલી રસ્તો,
કે એના ઘરની સામે એજ બસ જૂહી ચમેલી છે.
ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખૂલેલી છે.
અધર બિંબ લાલ એના, કાળી ઝૂલ્ફો, ગાલ પર ખંજન;
ચમનની અધખિલી કળીઓ બધી એની સહેલી છે.
કે ભીના વાળ સૂકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઇને મુજને નજર એની ઝૂકેલી છે.
ફકત્ત એકવાર જોઇ એને મારું દિલ નથી ભરાતું,
હવે બસ પામવા એને તમન્નાઓ વધેલી છે.