STORYMIRROR

Dilip Acharya

Others

4  

Dilip Acharya

Others

ડૂસકે ચડી છે

ડૂસકે ચડી છે

1 min
257

બનીને સતિ એ ચિતાએ ચડી છે,

ચિતા ઠારવા સાંજ ડૂસકે ચડી છે.


નથી ઝુલ્ફની લટ કપાળેથી હટતી,

જે નટખટ બની ખુબ માથે ચડી  છે. 


ઝૂલાના કડા આજ પણ સાચવ્યા છે, 

પ્રણયમાં હજી ઠેશ ઝૂલે ચડી  છે. 


ફૂટે માનવી ; માટલા જોઈ પહેલા,

પનિહારી કૂવાને કાંઠે ચડી છે. 


ગઝલ હો કે કાવ્યો, સજાવું તને બસ, 

જુઓ, વાત હૈયાની હોઠે  ચડી છે. 


સમંદર એ ખેડી શકે છે, સરળ છે,

ગરમ રેતમાં હોડી હાંફે ચડી છે.


પરિષદ ભરાતી ફૂલોની “દિલીપ” જો,

વસંતોની ઉમ્મીદ આંખે ચડી  છે.


Rate this content
Log in