ક્ષણ એકનો સહવાસ
ક્ષણ એકનો સહવાસ


ક્ષણ એકનો સહવાસ એમ મળ્યો
ઝાકળનો ભેજ જેમ રણને મળ્યો
સુમસામ ને વેરાન આ બાગને જાણે
ક્ષણ એકનો સંગીન સથવારો મળ્યો
ઉપકાર કેમ ભુલું તારો કહે ભવમાં
બળતા બપોરે સ્નેહનો છાંયો મળ્યો
કઠણાઈ કહો કે કરમપીડા કહો તમે
ભોગવવા જ જાણે અવતાર મળ્યો
લખાવ્યા છે 'સતીષ' નસીબ જ એવા
સંગાથ ક્ષણિક ને વિરહ બેસુમાર મળ્યો