કસોટી જિંદગીની...
કસોટી જિંદગીની...
રસ્તે ચાલતા ચાલતા,
માણસ ઠોકરએ અથડાય,
મજબૂત મનોબળે ઠોકરથી,
કૈક શીખી જાય,
આજ કસોટી જિંદગીની.
થોડા પારકા થોડા પોતીકા,
ડગલે ને પગલે માણસ પરખાય,
આજ કસોટી જિંદગીની,
તારું એ મારુ,
ને મારુ તો મારુજ
એમ અહમ વર્તાય
આજ કસોટી જિંદગીની,
જીવન મરણે જિંદગી ઝોલા ખાય,
મંદિર કરતા હોસ્પિટલમાં,
વધારે ઈશ્વર ભજાય
ત્યાં થાય કસોટી જિંદગીની,
જીવંત પર્યન્ત ના કોઈ ભાવ
કિંમત મૃત્યુ પછી વર્તાય
આવી કેમ કસોટી જિંદગીની ?
