કસૌટી
કસૌટી
ડગલે ને પગલે મુશ્કેલીનો સામનો,
પડકાર ઝીલવાની તાકાત,
લક્ષ્યો સાધવાની લાયકાત,
જાત ને પારખવાની તક,
ક્યારેક હિંમત અપાવે
તો ક્યારેક નિરાશા,
સિદ્ધિઓ સર કરવાની હોંશ,
સાહસ વૃત્તિનો જન્મ,
કસૌટી ના હોય જો,
ઘડતરની શૈલી જ ના વિકસે,
કસૌટી હોવી એ જ ઘટના,
આશાનું એક કિરણ,
હિંમતનો સ્ત્રોત,
જીવન ઘડતરનો પાયો કસૌટી !
