કૃતિમાં આકૃતિ
કૃતિમાં આકૃતિ
ઝાઝવાના જળ હશે તો ચાલશે
લાગણીની લીલાશ હોવી જોઈએ,
મોતીઓની મારે કિંમત નથી
મનની મહેફીલ હોવી જોઈએ,
વસ્તી હાજર નહિ હોય તો ચાલશે
સંકટમાં પળ પળ હાજરી હોવી જોઈએ,
ઘોર અંધારામાં નહિ હોય તો ચાલશે
પળમાં એક દીપકમાં જ્યોત હોવી જોઈએ,
કોઈ પણ ભૂલી જાય ત્યાં નહિ હોય તો ચાલશે
કંટકો વચ્ચે કોમળતા હોવી જોઈએ,
બધી વેળામાં નહિ મળો તો ચાલશે
એકાદ પળમાં પાસે હોવા જોઈએ.

