કર્મનું ક્રિકેટ
કર્મનું ક્રિકેટ
કાયમ ઘૂમરાતો મનમાં એક જ સવાલ,
કર્મના બેટ સાથે હું છું જાણે બોલ!
વીંઝતો આ દુનિયામાં,
કર્મનું બેટ મારૂં,
પરિણામ માટે,
ઊછાળું, ફંગોળું,
હું પોતે મને,
મારા બોલ રુપી,
અસ્તિત્વને,
કોઈ પંપાળે,
કોઈ કરે ઝીલીને ઘા,
ઓવર જેટલી નિયતિએ,
હશે લખી મારી,
એટલી જ તો,
જિંદગી હશે મારી!