STORYMIRROR

Rekha Shukla

Inspirational

2  

Rekha Shukla

Inspirational

કર્મનો સિદ્ધાંત

કર્મનો સિદ્ધાંત

2 mins
123


આપણે વાસી ખાઇને ઉપવાસી રહીએ છીએ ?              

પહેલાના સમયમાં એક બહેન. લગ્ન થયા.

સાસરે ગયા. 

-થોડા દિવસ પછી એક સંબંધી તેના ગામમાં આવ્યા. મળ્યા.

 -

જતી વખતે પૂછે છે કે પિયરમાં કંઈ કહેવું છે ?               -બહેન કહે કે ઘરે કહેજો કે

 "દીકરી મજામાં છે. વાસી ખાય છે ને ઉપવાસી રહે છે. " 

          

 પેલા ભાઈ કહે-સારું. ▪️▪️

તેમના ગયા પછી સાસુ પૂછે છે કે

 "વહુ, તમને અહીં આવ્યા પછી ક્યારે વાસી ખવડાવ્યું?

 ક્યારે ઉપવાસ કરવો પડ્યો? "  

વહુ કહે-

હું અહીં આવી ત્યારથી જોઉં છું કે બધા ખાઇ-પીને મજા કરે છે. પણ કોઈ ભગવાનને યાદ કરતું નથી. કે સત્ કર્મ કરતું નથી.   

ગયા જન્મે કંઈ સારા કર્મો કર્યા હશે તેથી આ જન્મમાં ભગવાને ઘણી સંપત્તિ આપી છે. 

તેથી એવું કહ્યું. 

                

સાસુ કહે-બેટા, સમજાવો કેવી રીતે ? 

વહુ કહે-

બા,આ જન્મમાં જે પણ સુખ ભોગવીએ છીએ તે ગયા જન્મના સત્ કર્મનું પરિણામ છે તે અર્થમાં આપણે વાસી (ગયા જન્મનું) ખાઈએ છીએ.        

અને (આવતા જન્મને માટે) આ જન્મમાં કંઈ સત્ કર્મ કરીને જમા કરાવતા નથી તે અર્થમાં ઉપવાસી રહીએ છીએ.

એટલે કહ્યું કે

 "વાસી ખાઇએ છીએ અને ઉપવાસી રહીએ છીએ "

આપણું પણ કંઈ તેવું તો નથીને ?

આંતર અવલોકન કરીએ અને સત્(પ્રભુ)ને ગમે,

તેની નજીક જવાય તેવા થોડાઘણા પણ સત્ કર્મ કરીને આ જન્મ તથા આવતો જન્મ સફળ બનાવીએ....

અસ્તુ.


જરા વિચારો ! કેટલા પુણ્ય હશે ત્યારે મનુષ્ય ભવ મળ્યો છે.

બધા જીવો પ્રત્યે ખૂબ જ અનુકંપા કરી છે. 

અનંત અનંત પુણ્યના કાર્ય કર્યા છે ત્યારે મનુષ્ય ભવ મળ્યો છે.

ઉપરાંત પાંચ ઇન્દ્રિય પણ મળી છે. તેથી મનુષ્ય ભવ મળ્યો છે તો બીજી નિરર્થક પ્રવૃત્તિ છોડી ને સત્કાર્ય કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational